હે નાથ , હે નાથ તમ ચરણ નમું જીનરાજ
હે નાથ , હે નાથ તમ ચરણ નમું જીનરાજ
ભવ ભવ નાં દુખ લહીને આવ્યો
કરો પ્રભુ મુજ ઉધ્ધાર
મન નાં મોહે , વેર નાં વાણે, લોભથી હૂન લલચાયો
કર્મસાગરમાં તરતા તરતા ધર્મનો પટો કાઢ્યો
તારી કૃપા થયી છે અપાર હવે મને નહિ રાચતો સંસાર
તારી કૃપા થયી છે અપાર હવે મને નહિ રાચતો સંસાર
હૂતો તારી શરણે આવ્યો
હૂતો તારી શરણે આવ્યો
પ્રભુ ચરણોમાં નમતા નમતા એકજ વાત છે જાણી
ભાવ ભક્તિથી લીન થયીને બોલું એકજ વાણી
તમે છો મારા અંતરમાં , હૂં રહું તમારા ચરણોમાં
તમે છો મારા અંતરમાં , હૂં રહું તમારા ચરણોમાં
હૂતો ભવ ભવ નું સુખ પામિયો
હૂતો ભવ ભવ નું સુખ પામિયો
ભવ ભવ ના ભ્રમણ મા,
મોહ થી મુક્તિ અંત છે,
અંત એજ અનંત છે,
જ્યા વિરાજમાન અરિહંત છે